મોતા નુખ ના બિદડા મુકામે કુળદેવી શ્રી સચ્ચા મા અને ચંડેશ્વરી મા ને નમતા ભાવિકો માટે જુહાર ની વિગતો
❀ વાર્ષિક જુહાર ❀
· કુળદેવી સચ્ચા મા ને 2।।(અઢી) પાટી ઘઉં ના લાડુ (14 મકલ બનાવવી)
· નાની પાટી તલપીંડો (7 મકલ બનાવવી)
· મેરીઆ ના 1।(સવા) પાટી લાપસી અથવા શીરો
· વાર્ષિક જુહાર આસો વદ અમાસ (દિવાળી) અથવા કારતક સુદ પૂનમ ના થાય
· ચૈત્ર અને આસો મહિના માં દર વર્ષે પોતાના ઘરે નવરાત્રી દરમ્યાન આઠમ ના દિવસે માતાજી ને2।। (અઢી) પાટી લાપસી
· નવરાત્રી માં દેશ માં કે બહારગામ જ્યાં હો ત્યાં નૈવેધ કરવા.
❀ લગ્ન વખતે માતાજી ની ઝીણીઓ બાબત ❀
· લગ્ન વખતે માતાજી ને ઉઠાડવા આવે ત્યારે ઝીણીઓ ચાર ખોંભા ની, એક પથારી લસ્સા ની, ખેતરપાળ માટે લીટી વાળો સફેદ કપડો લાવવાનો. 1પાટી નું જમણ, 1 કિલો ગોળ, ગરત 1રૂપિયા નું, 1 શ્રીફળ સાથે લાવવું.
· માતાજી પાછા લાવે ત્યારે 1। (સવા) કિલો સુખડી સાથે લાવવી.
❀ લગ્ન વખતે જુહાર ની વિગતો❀
· ઘર માં પહેલા લગ્ન હોય તો 2 (બે) રાત દેવ જાગે. 5 (પાંચ)પાટી લાડુ, 5 (પાંચ) પાટી લાપસી,2।। (અઢી)પાટી તલપીંડો આ પ્રમાણે 2 (બે) દિવસ કરવા.
· લગ્ન વખતે માતાજી ને પોતાને ઘરે બેસાડતી વખતે 5 (પાંચ)પાટી લાપસી કરવી તથા બીજે દિવસે જુહાર કરવા અને ઝીણીઓ બદલાવવી.
· લગ્ન પતી ગયા પછી માતાજી ને સ્થાનિક ઉપર બિદડા તુરંત મોકલી આપવા. માતાજી જવાબદાર વ્યક્તિ સાથે મંગાવવા તથા મોકલવા.
❀ મુંડન ની વિગતો ❀
· પહેલા છોકરા ના લગ્ન વખતે પહેલા મુંડન થાય. મુંડન ના 1(એક) દિવસ દેવ જાગે.
· 1(એક) સઇ ની લાપસી. 1 (એક) સઇ= 32 (બત્રીશ) પાટી
❀ ચીરજુહાર ની વિગતો ❀
· પહેલા છોકરા ના ચીરજુહાર અડધા બિદડા ગામે થાય અને અડધા ગુંદાલા માતાજી ના મૂળ સ્થાનકે થાય.બે ઠેકાણા વચ્ચે 10 (દસ) પાટી લાપસી,5 (પાંચ) પાટી તલપીંડો, 5(પાંચ) પાટી ગુગરી.
· આ નૈવેધ અડધો ગુંદાલા અને અડધો બિદડા થાય.
તા.ક. બન્ને ઠેકાણે ગોળ તથા ઘી ની પાંચ-પાંચ વટી ભરવી
❀ છેડાછેડી ની વિગતો ❀
· પહેલા છોકરા ની છેડાછેડી ગુંદાલા માતાજી ના મૂળ સ્થાનકે છૂટે.
· 1 જોડી શ્રીફળ તથા ગમે તેટલી પહેડી કરવાની.
નોંધ:
1 પાટી = 1 કિલો
No comments:
Post a Comment